(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૨૯
સુરત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત સંબંધી બનેલા ગુનાઓની ગંભીરતા લઈ મહેશ નાયકે, આવા બનેલા ગુનાઓનો ભેદ શોધી કાઢવા અને બનતા અટકાવવા સુરત જિલ્લા એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વાય.બલોચનાઓને ચોક્કસ દિશામાં તપાસ કરવા સૂચના સાથે માગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ એસઓજી ટીમે આ દિશામાં તપાસ શરૂ કરતાં બાતમીનાં આધારે કામરેજ ચોકડીના ભવાની કોમ્પલેક્ષ વિસ્તારમાંથી મોટરસાયકલ અને રીક્ષાની ચોરીઓના ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપી ઈમરાન ઉર્ફે બાડી અમીત કરોડિયા રહેવાસી કઠોરની અટકાયત કરી પૂછપરછ કરતાં એની પાસેથી દેશી હાથ બનાવટના બે તમંચા જીવતા કારતુલ આઠ અને એક રેકઝીનની બેગ મળી આવી હતી. જેની અંદાજીત કિંમત ૩૦,૮૦૦ રૂપિયા થાય છે. આ આરોપીએ અગાઉ સને ૨૦૧૬માં મોટરસાયકલની ચોરી કરેલ જેની એફઆઈઆર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ૧૧૬/૧૬થી નોંધાયેલ છે. સને ૨૦૧૭માં કઠોર ખાતેથી એક નવુ બુલેટ ચોરી કરેલ જેની એફ.આઈ.આર. કામરેજ પોલીસ મથકે ૪૬/૧૭થી નોંધાયેલ છે. ૨૦૧૭માં જ ખોલવડ ખાતેથી હીરોહોન્ડા સબીઝેડની ચોરી કરેલ જેની એફ.આઈ.આર. ૬૨/૧૭થી કામરેજ પોલીસ મથકે નોંધાયેલ છે. સને ૨૦૧૭માં કઠોર ખાતેથી રીક્ષા વિશ્વાસઘાત કરી લીધા બાદ પરત આપી ન હતી. જેની એફ.આઈ.આર. કામરેજ પોલીસ મથકે ૬૩/૧૭થી નોંધાયેલ છે. આરોપીની વધુ પુછપરછ જિલ્લા એસઓજી ટીમ કરી રહી છે.
બે તમંચા અને આઠ કારતૂસ સાથે ઈસમને સુરત એસઓજીએ ઝડપ્યો

Recent Comments