(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૮
કોરોનાના કારણે લોકડાઉન થતાં અનેક શ્રમજીવી પરિવારોની હાલત દયનીય બની છે અને સામાજિક તેમજ સેવાભાવી સંસ્થાઓ આવા પરિવારો માટે મદદરૂપ બની રહી છે.
ગોત્રી પાસે આવા જ એક કિસ્સામાં બે દિવસથી ભૂખ્યા-તરસ્યા પડી રહેલા પરિવારને પોલીસે મદદ કરી હતી. ગોત્રી પોલીસના જણાવ્યા પ્રમાણે એક પરિવારના મહિલા અને બાળકો સહિતના છ સભ્યો બે દિવસથી ખાધા-પીધા વગર ફૂટપાથ પર પડી રહ્યા છે તેવી સ્થાનિક નાગરિકે જાણ કરતા પી.આઈ. અને સ્ટાફના માણસોએ પરિવારની પૂછપરછ કરી હતી.
રાજસ્થાન જવા નીકળેલા આ પરિવારના સભ્યો રપથી ૩૦ કિલોમીટર ચાલીને ગોત્રીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે થાકીને લોથપોથ થઈ જતાં આગળ જવાની હિંમત તૂટી ગઈ હતી તેમની પાસે પૈસા અને ખાદ્ય સામગ્ર પણ ખૂટી ગઈ હતી જેથી તેઓ ફૂટપાથ પર પડી રહ્યા હતા. પોલીસે આ સભ્યોને રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હતી.