(એજન્સી)         કોચી, તા.૪

કોચી નજીક રવિવારે સવારે ગ્લાઈડર ક્રેશ થતા નૌસેનાના બે અધિકારીઓના મોત થયા હતા. રક્ષા પ્રવક્તાના જણાવ્યા મુજબ આઈએનએસ ગરૂડ પરથી રાબેતા મુજબ ઉડાન ભર્યા બાદ ગ્લાઈડર થોપ્પુમપડી બ્રિજ નજીક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં લેફ્ટનન્ટ રાજીવ ઝા અને પેટી ઓફિસર સુનિલ કુમારના મોત થયા હતા. નેવીના બન્ને અધિકારીઓને ઘટનાસ્થળેથી રેસ્ક્યૂ કરી આઈએનએચએસ સંજીવની હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સધર્ન નેવલ કમાન્ડ દ્વારા ગ્લાઈડર અકસ્માતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીથી ૫૦૦ કિલોમીટર દૂર કારવારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન દુર્ઘટનામાં પણ એક નેવી અધિકારીનું મોત થયું હતું. જ્યારે તેમના ટ્રેનરનો આબાદ બચાવ થયો હતો. સૂત્રોના મતે નેવી અધિકારી અને તેમના ટ્રેનર રવિન્દ્ર ટાગોર તટ પર પેરાગ્લાઈડર ઉડાવી રહ્યા હતા. ટેક્નિકલ ખામીને પગલે ગ્લાઈડર દરિયામાં પડ્યું હતું. આ દુર્ઘટનામમાં આંધ્ર પ્રદેશના નિવાસી મધુસુદન રેડ્ડીનું મોત થયું હતું. તેઓ કારવારમાં નૌસેનાના બેઝ પર તૈનાત હતા. પેરાગ્લાઈડર ટ્રેનરને માછીમારો તેમજ જીવન રક્ષક ટુકડીએ બચાવી લીધા હતા.