(એજન્સી) તા.૧૧
તેલ મંત્રાલય અને અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે ઉત્તરી ઈરાકના એક નાના તેલ વિસ્તારના બે કૂવામાં આતંકવાદી હુમલામાં બુધવારે વિસ્ફોટકો દ્વારા આગ લગાવી દેવામાં આવી પરંતુ ક્ષેત્રથી કુલ ઉત્પાદન પ્રભાવિત થયું નથી.
ઓઈલ મિનિસ્ટ્રીએ કિરકૂકથી ર૦ કિમી. દક્ષિણ પશ્ચિમમાં ખબાબ ઓઈલ ફિલ્ડમાં કૂવાઓને નિશાન બનાવનારા વિસ્ફોટક ઉપકરણોની પાછળ હુમલાખોરો વિશે કોઈ માહિતી આપી નથી. ટેલિગ્રામ પર પોતાના સત્તાવાર ચેનલના માધ્યમથી જારી એક નિવેદનમાં ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો. જો કે તેણે પોતાના દાવાઓનું સમર્થન કરવા માટે કોઈ પુરાવા આપ્યા નથી. ટેકનિકલ ટીમોએ બે બળેલા તેલના કૂવાઓને જુદા જુદા કરી દીધા અને ઉત્પાદન પર કોઈ અસર પડી નહીં. તલ અધિકારીઓએ જણાવ્યું કે આ ક્ષેત્ર પ્રતિ દિવસ લગભગ રપ,૦૦૦ બેરલનું ઉત્પાદન કરે છે. મંત્રાલયે જણાવ્યું કે જે બે કૂવાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમનું ઉત્પાદન ર૦૦૦ બીપીડીથી વધુ હતું. મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિસ્ફોટક ઉપકરણોના અડધા કલાક અલગ થયા પછી બે તેલના કૂવાઓમાં આગ લાગી ગઈ.