(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓ દ્વારા એકલતાનો લાભ લઇને યુવતિ પર દુષ્કર્મ આચરવાનાં ચકચારી બનાવમાં બંને આરોપી પોલીસ કર્મચારીઓને અદાલતમાં રીમાન્ડ બાદ ફરી રજુ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર યુવા કોંગ્રેસનાં કાર્યકરોએ આરોપી પોલીસ કર્મચારીઓ પર કાળી શાહી ફેંકી મોંઢુ કાળુ કરી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોત્રી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી તેના મિત્ર સાથે શનિવારે રાત્રે બાઇક પર ફરવા નિકળી હતી. ગોત્રી ચેકપોસ્ટથી આગળ કેનાલ પાસે બાઇક પર બેસી વાતો કરતાં આ બંને મિત્રોને ત્યાં પીસીઆર વાન નં.૯ લઇને આવી પહોંચેલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ ડ્રાયવર – રસીક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉમાનગર સોસાયટી, અંકોડીયા) અને પીસીઆર વાનનો ઇન્ચાર્જ એલ.આર.ડી. જવાન – સુરજસિંહ ફુલસિંહ ચૌહાણ (રહે. અનમોલપાર્ક, લક્ષ્મીપુરા) એ રોકી ધમકી આપી ૫૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. યુવક પાસે પૈસા ના હોવાથી એક પોલીસકર્મી તેને બાઇક પર બેસાડી નજીકનાં એટીએમ પર પૈસા લેવા ગયો હતો. તે દરમિયાન એલ.આર.ડી. સુરજસિંહ ચૌહાણે યુવતીની એકલતાનો લાભ લઇ તેને ધમકીઓ આપી નજીકનાં અવાવરૂ મકાનમાં લઇ જઇ તેની સાથે શારીરિક અઆ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી એક દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા. જે રીમાન્ડ પુરા થતા બંને આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોર્ટમાં લઇ જતી વખતે આરોપી પોલીસ કર્મચારીઓનો વિરોધ કરતાં યુવા કોંગ્રેસનાં કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને બંને પોલીસ કર્મીઓ ઉપર કાળી શાહી ફેંકી તેમનું મોંઢુ કાળુ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ બંને પોલીસ કર્મચારીઓને ફાંસીની સજા કરવાની માંગણી કરી હતી.