ભાવનગર, તા.૧૧
ભાવનગરથી દુર આવેલા અવાણીયા ગામ નજીક રોડ પર મોડી સાંજે બે મોટર સાયકલ સામાસામી અથડાતા ત્રણ મોટર સાયકલ સવારને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયા સારવાર દરમ્યાન બે શખ્સોના મોત નીપજયા હતા. જયારે એકની હાલત ગંભીર બતાવાય છે . પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર પાસેના અવાણીયા ગામ નજીક રોડ પર મોડી સાંજે બે મોટર સાયકલ સામાસામી અથડાતા મોટર સાયકલ સવાર પંકજ લાખાભાઇ સોલંકી (ઉ.વ.૩૬) (રહે પડવા ગામ) મેહુલ હકાભાઇ બારૈયા (ઉ.વ.૨૦) (રહે. ઘોઘા રોડ, ભાવનગર) તથા ધર્મેશ સોલંકી (ઉ.વ .૨૨)ને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતે ૧૦૮ ઇમરજન્સી સેવા મારફત સારવાર્થે ભાવનગર સર ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં પંકજભાઈ અને મેહુલભાઇના મોત નીપજયા હતા.જયારે ધર્મેશભાઇની હાલત ગંભીર બતાવાય છે.