દાહોદ,તા.૨૭
દાહોદ તાલુકાના બોરખેડા ગામે બે યુવકોએ બે સગીરાઓને પટાવી ફોસલાવી બે પૈકી એક યુવકના ઘરે લઈ જઈ બંન્ને યુવકોએ સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા આ ઘટના બાદ સગીરાના કુંટુબીજનોએ સગીરાઓની ઈજ્જતને ધ્યાને રાખી બંન્ને પક્ષો વચ્ચે સમાધાન કરવાનું વિચારતા જે તે સમયે ફરિયાદ નોંધાઈ ન હતી અને આખરે એક માસ જેટલો સમય વિતી ગયા બાદ ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે. કનેશભાઈ અમરસીંગભાઈ ભાભોર (મોટી ખરજ, તા.દાહોદ) અને રાજ કનુભાઈ ભાભોર (રહે.બોરખેડા, તા.દાહોદ)નાઓએ ગત તા.૦૭/૧૦/૨૦૧૯ના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષીય અને બીજી એક ૧૫ વર્ષીય એમ બે સગીરાઓને પટાવી ફોસલાવી ઉપરોક્ત બંન્ને જણા પોતાની મોટરસાઈકલ બેસાડી રાજ કનુભાઈ ભાભોરના ઘરે લઈ ગયા હતા જ્યાં ઉપરોક્ત બંન્ને યુવકોએ આ સગીરાઓ ઉપર તેઓની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પરિવારને થતાં જે તે સમયે સગીરાઓની ઈજ્જતના કારણે પોલીસમાં ફરિયાદ કરી ન હતી અને સમાધાનનું રૂખ અપવાવાનું વિચાર્યું હતું પરંતુ ગતરોજ સગીરાની બહેને કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બે યુવકોએ બે સગીરાને પટાવી તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતાં ફરિયાદ

Recent Comments