(એજન્સી)
નવી દિલ્હી, તા.૩
દેવા હેઠળ દબાઈ ગયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કેપિટલ દ્વારા હવે દેવુ ઓછુ કરવા માટે પોતાની સબસિડરી કંપનીમાંની હિસ્સેદારી વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સબસિડરી કંપનીમાં રિલાયન્સ જનરલ ઈ્‌નસ્યોરન્સ તેમજ રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ સિક્યુરિટિઝ, રિલાયન્સ ફાઈનાન્સિયલ લિમિટેડ અને રિલાયન્સ એસેટ્‌સ રિકન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. કંપની આ હિસ્સેદારી વેચીને લગભગ ૨૦૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ ઓછુ કરવા માંગે છે. અહેવાલ પ્રમાણે આ માટે રિલાયન્સ દ્વારા આ કંપનીઓમાં હિસ્સેદારીના વેચાણના ભાગરુપે જેમને હિસ્સેદારી ખરીદવામાં રસ હોય તેવા રોકાણકારો પાસેથી પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે.જેની શરુાત ૩૧ ઓક્ટોબરથી કરાઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે રિલાયન્સ કેપિટલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાંથી બહા રનિકળી જવાનુ નક્કી કર્યુ છે.રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સની કેપિટલ હાલમાં ૨૫૨ કરોડ રૂપિયા છે.આ સિવાય રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્સ્યોરન્માં પણ પોતાનો ૫૧ ટકા હિસ્સો વેચવા માટે યોજના બનાવી છે.નિપ્પન જાપાનની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની છે.જેની કેપિટલ હાલમાં ૧૧૯૬ કરોડ રૂપિયા છે. આ સિવાય રિલાયન્સ કેપિટલ રિલાયન્સ સિક્યોરિટિઝ અને રિલાયન્સ ફાઈનાન્સિયલ લિમિટેડમાં પણ ૧૦૦ ટકા હિસ્સો વેચી દશે, રિલાયન્સ એસેટ રિકન્સટ્રક્શનમાંથી પણ ૪૯ ટકા હિસ્સો ચેવામાં આવશે.ઈન્ડિયન કોમોડિટી એક્સચેન્જમાં કંપનીની ૨૦ ટકા ભાગીદારીનુ પણ વેચાણ થશે.