(એજન્સી) તા.૧૧
લેબેનોન રેડ ક્રોસે જણાવ્યું કે શુક્રવારે બૈરૂતની ઈમારતમાં એક ઈંધણની ટેંકમાં વિસ્ફોટ થતા ચાર લોકોનાં મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.
એક સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે આ વિસ્ફોટથી તારિક અલ-જાદિદા પાડોસની ઈમારતમાં આગ લાગી ગઈ.
હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે એક વ્યક્તિ અત્યારે પણ ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલી રહી છે.
આ દરમ્યાન પાછલા મહિનાના વિસ્ફોટ પછી બંદર રાજધાની અને અન્ય સ્થળો પર આગ અને ઓછા વિસ્ફોટથી એક શ્રેણી છે. જેનાથી લેેબેનોનના રહેવાસીઓમાં વ્યાપક ભય પ્રસરી ગયો છે.
Recent Comments