(એજન્સી) તા.૭
બૈરૂતના ગવર્નર મરવાન અબાઉદે બુધવારે જાહેરાત કરી કે ૩૦૦૦૦૦ લેબેનોની નાગરિક બૈરૂત બંદરમાં થયેલા વિસ્ફોટથી બેઘર થઈ ગયા છે.
અબાઉદે ખુલાસો કર્યો કે બૈરૂતે વર્ષમાં સૌથી વધુ વિસ્ફોટના પરિણામ સ્વરૂપ થનારા નુકસાનનો અંદાજ ૩.પ અબજ ડોલર અને કદાચ વધુ લગાવવામાં આવ્યો છે. તેમણે આ પણ જણાવ્યું કે આગમાં દસ ફાયરફાઈટરેે જીવ ગુમાવ્યા છે. લેબેનોનના આરોગ્ય મંત્રી હમાદ હસને સમર્થન કર્યું કે અનેક લોકો ગુમ છે. જેનાથી આશંકા છે કે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે.