(એજન્સી) બૈરુત/લેબેનોન તા.૧૧
લેબેનોનમાં વિદાય લઇ રહેલ વડાપ્રધાન હસન દિઆબ અને ત્રણ પૂર્વ મંત્રીઓ ઉપર બૈરુતના બંદર ઉપર ઓગસ્ટ મહિનામાં થયેલ વિસ્ફોટો જેમાં સેંકડો લોકોનું મોત નીપજ્યું હતું અને હજારો લોકો ઘવાયા હતા એમાં બેદરકારી દાખવવાના આક્ષેપો મૂકાયા છે. બ્લાસ્ટની તપાસ કરનાર જજ ફદીસાવને બ્લાસ્ટ માટે દિઆબ, પૂર્વ મંત્રી ઘઝી ઝએઈતેર, યોઉસ્સેફ ફેનિઅનિઓસ અને અલી હસ્સન ખલીલ ઉપર આક્ષેપો મુક્યા છે. સાવન પ્રતિવાદી તરીકે દિઆબની કેસ સંદર્ભે ગ્રાન્ડ સેરીલમાં પૂછપરછ કરશે, એમણે ત્રણ મંત્રીઓને પણ પ્રતિવાદી તરીકે પૂછપરછ માટે બોલાવ્યું છે. સાવને આ પહેલા પણ એમની પૂછપરછ સાક્ષીઓ તરીકે કરી હતી. જજે લેબેનોનની સંસદને બે અઠવાડિયા પહેલા પત્ર લખ્યું હતું જેમાં એમણે સાંસદોને બ્લાસ્ટ સંદર્ભે મંત્રીઓની સ્પે. સંસદીય કોર્ટમાં તપાસ કરવા કહ્યું હતું. જે કોર્ટમાં ટોચના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરાય છે. પણ સંસદના સ્પીકરે આ માંગણી નકારી કાઢી હતી. એના પછી જજે આ નિર્ણય કર્યો હતો. વિદાય લઇ રહેલ વડાપ્રધાન અને પૂર્વ મંત્રીઓ સામે કેસ દાખલ કરવાનો નિર્ણય એમને મોકલાયેલ પ્રમાણિત દસ્તાવેજોના આધારે કરાયો છે, જેમાં એમને બૈરુતના બંદર ઉપર ૩૦૦૦ ટન વિસ્ફોટકો હોવાની ચેતવણી અપાઈ હતી. દિઆબની ઓફિસે એમની સામે મુકાયેલ આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાન નિર્દોષ છે. એમણે વિસ્ફોટકોના મુદ્દા તરફ જવાબદારી અને પારદર્શિતતાથી ધ્યાન આપ્યું હતું. એમને એમના હોદ્દાની વિપરીત લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું છે અને તેઓ કોઈ પણ વ્યક્તિને એમને લક્ષ્ય બનાવવા પરવાનગી આપશે નહિ. એમણે જણાવ્યું કે દિઆબ જજ સાવનના આદેશનું પાલન નહિ કરશે, સાવને સંસદની ઉપરવટ જઈ કાયદાનું ભંગ કર્યું છે. ત્રણ મંત્રીઓ પ્રતિક્રિયા માટે મળી શક્યા ન હતા. નવા આક્ષેપો સાથે બ્લાસ્ટમાં આરોપીઓની સંખ્યા ૩૭ ઉપર પહોંચી ગઈ છે જેમાંથી ૨૫ અટકાયત હેઠળ છે.
Recent Comments