(એજન્સી)                                તા.૧૬

સ્થાનિક સમાચાર મુજબ આજે સવારે બૈરૂત શહેરમાં આગ લાગી અને થોડાક સમયની અંદર કર્મચારીઓ દ્વારા તેને ઓલવી દેવામાં આવી હતી. બૈરૂત સૂક્સના ઉત્તરી ભાગમાં સ્થિત નિર્માણ હેઠળના ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં આગ લાગી હતી. સૂત્રો મૂજબ આ ઈમારત, જે બ્રિટીશ ઈરાકી ડેમ જહા હદીદ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી, નિર્માણ હેઠળ હતી, પરંતુ જૂની થઈ ગઈ હતી. સોશયલ મીડિયા પર વાયરલ ફુટેજમાં ઈમારતમાંથી નારંગી કલરના આગના ગોટા ઊડી રહ્યા હતા અને કાળો ધૂમાડો નીકળી રહ્યો હતો. આગનું કારણ જાણી શકાયું નથી. પાછલા અઠવાડિયે શહેરના બંદરમાં થયેલા વિસ્ફોટ પછી સાત દિવસમાં બૈરૂતમાં આ આગ લાગવાની ત્રીજી ઘટના છે. ગુરૂવારે બૈરૂત બંદરના ગોડાઉનમાં એક વિસ્ફોટ થયો જેના કારણે ધૂમાડાનો ગુબ્બારો બની ગયો અને શહેરનું અવકાશ અસ્તવ્યસ્ત  થઈ ગયું. લેબનાની સેના મુજબ એન્જીન ઓઈલ અને કારના ટાયરોના કન્ટેનરમાં લાગેલી આગને તરત જ ઓલવી દેવામાં આવી હતી. જોકે, સતત આગે બૈરૂતના રહેવાસીઓને વ્યાપક ભયભીત કરી દિધા છે. જેમાંથી અનેક ચાર ઓગ્ષટે થયેલા વિસ્ફોટથી આઘાતમાં છે. જેનાથી શહેરમાં વિનાશ સર્જાયો હતો. વિસ્ફોટ પછી, આંતરરાષ્ટ્રીય સમુદાય, ભૂતપૂર્વ સંસ્થાનવાદી શક્તિ ફ્રાન્સ સહિત દેશના પતનને રોકવા માટે લેબનીઝ લોકો દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવતા વ્યાપક સુધારા માટે દબાણ કર્યું છે.