ચેન્નઈ, તા ૧૨
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો બનેલો છે. પહેલવાન સુશીલ કુમારે ૭૪ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સુશીલ કુમારે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કોનોર ઈવાન્સને ૪-૦થી માત આપી છે. આના પહેલા તેમને ક્વોર્ટર ફાઈનલમાં પાકિસ્તાનના મોહમ્મદ બટને ૪-૦થી માત આપી હતી. આ જીત સાથે જ સુશીલ કુમારે ઈન્ડિયાને ૧૪મો ગોલ્ડ મેડલ અપાવી દીધો હતો. સુશીલે આ મુકાબલો પોતાની આગવી ટેકનિકના આધારે પોતાના નામે કર્યો હતો. ઓલિમ્પિક મેડલ વિનર પહેલવાને પોતાના પહેલા મુકાબલામાં કેનેડાના જેવોન બાલફોરને ટેકનિકના આધારે માત આપી હતી. બોક્સર સુશીલ કુમારે માત્ર ૮૦ સેકન્ડમાં જ કોનોર ઈવાન્સને હરાવીને પોતાના નામે ગોલ્ડ મેડલ નોંધાવી નાંખ્યો હતો. ૨૦૦૮માં બેઈઝિંગ ઓલિમ્પિક અને ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં ક્રમશઃ બ્રોન્ઝ અને સિલ્મવર મેડલ જીતનાર સુશીલ કુમારે ૨૦૧૦માં દિલ્હીમાં થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ૬૬ કિલોગ્રામ ફ્રિસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, પાછલા એટલે ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેનમે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે જ સુશીલ કુમારે કોમનવેલ્ત ગેમ્સમાં પોતાના મેડલની હેટ્રિક પૂરી કરી લીધી છે. સુશીલ કુમાર ઘણા વર્ષો પછી કોઈ મોટી ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે. જોકે, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતની મેડલની સંખ્યા ૨૯ થઈ ગઈ છે, જેમાં ૧૪ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સામેલ છે.