(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૦
વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પાસવર્ડ હેક કરી ૧૨૦ બોગસ લાઇસન્સ બનાવવા ના કૌભાંડમાં સંડોવાયેલ જુનિયર ક્લાર્ક દીપ્તીબેન સોલંકીની જમીન એડિશનલ જજ વી. જે. કલોતરા એ ફગાવી દીધી છે.
કેસ ની વિગતો અનુસાર અમદાવાદના વસ્ત્રાલ આરટીઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છ. આ કૌભાંડમાં પાસવર્ડ આધારે સોફ્ટવેરમાં લોગ-ઇન કરીને બેકલોગ એન્ટ્રી કરવામાં આવી હતી અને તેના આધારેેે ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલરના લાઇસન્સ આપવામાં આવ્યા હતા. એટલું જ નહી ધોરણ ૮ પાસ ના હોય તેવા લોકોને પણ હેવી વ્હીકલના લાઇસન્સ ઇસ્યું કરી દેવાય છે. આ અંગે વસ્ત્રાલના એઆરટીઓ પ્રીતેશ સોલંકીની ફરિયાદ આધારે સાઇબર ક્રાઇમે તપાસ આદરી હતી, જેમાં અન્ય આરોપીઓ ની સાથે દીપ્તીબેન સોલંકી નું પણ નામ ખુલ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જામીન અરજી નો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજુઆત કરેલી કે આ કૌભાંડ માં દીપ્તીબેને સોફ્ટવેરના આઇડી-પાસવર્ડ મેળવી મુખ્ય આરોપી જીગ્નેશ મોદી ને આપી સક્રિય ભૂમિકા ભજવી એકબીજા નાં મેળાપીપણા માં ૧૨૦ બોગસ લાઇસન્સ બનાવ્યાં હતા. આથી તેમની જામીન અરજી નામનજુર કરવામાં આવે આમ તેમની જામીન માટેની અરજી નામંજૂર કરી હતી.