ભાવનગર, તા.૧
ગઢડા હોમગાર્ડ જવાને હોમગાર્ડ ઓફિસરના ત્રાસથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હોમગાર્ડ જવાને ઓફિસર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) ખાતે હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ધર્મેન્દ્ર ચંદ્રલાલ ત્રિવેદીએ કેરોસીન છાંટી જાત જલાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હોમગાર્ડ જવાને હોમગાર્ડ ઓફિસર વરરાજસિંહે જાડેજાના અવાર નવાર ત્રાસથી કંટાળી જઈ આ પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. આ અધિકારી સામે આક્ષેપો કર્યા છે. દરમિયાન પોલીસે તકેદારી માટે હોમગાર્ડ જવાન અને હોમગાર્ડ કમાન્ડર બંનેની ધરપકડ કરી છે. આ બનાવે ભારે પડકાર જગાવી છે.
બોટાદના ગઢડા ગામે ઓફિસરના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

Recent Comments