ભાવનગર,તા.રર
ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુઓએ અમરેલી જિલ્લામાં દામનગર નજીક આવેલા એક આશ્રમના મહંતની સાથે મળીને છેલ્લા દોઢ વર્ષથી મહિલાને વારંવાર બોલાવીને હવસ સંતોષવા સંતને લજવે તેવા કરેલા કર્મોનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. દામનગર પોલીસે ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે. દામનગર નજીક આવેલા સંતદેવીદાસ આશ્રમના મહંત રઘુરામ ભરત તેમજ ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગત વારંવાર નારણનગર આવતા હતા અને આજ ગામમાં રહેતી એક મહિલાને છેલ્લા દોઢ વર્ષથી મજુરી કામ કરવાના બહાને બોલાવીને એક રૂમમાં રાખી ત્રણે ંલંપટ સાધુઓ મહિલા સાથે બળાત્કાર ગુજારતા હતા અને કોઈને પણ કહેશે તો આશ્રમમાંથી ચોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. મહિલાએ આખરે કંટાળીને પોલીસ ફરિયાદ કરતા પર્દાફાશ થયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.