ભાવનગર,તા.૬
ગત તા.ર૯/૧૧/ર૦૧૮ના રોજ બોટાદના બાંભણ રોડ ઉપર આંબલી વાળા પડા પાસેથી ૬ વર્ષની માસૂમ બાળાને એક શખ્સે લલચાવી ફોસલાવી અવાવરૂં જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધવી હતી. આ બનાવની બોટાદ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી કુલદીપ ઉર્ફે અરૂપ રાજુભાઈ પરમાર (રહે.બોટાદ)નામના નારાધમ શખ્સને તેના ઘરેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ ઝડપાયેલ આરોપી કુલદીપ આ અગાઉ ધોરણ ૧૦ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે પણ ઝડપાયો હતો. તાજેતરમાં તે જામીન મુક્ત છે.