ભાવનગર, તા.૧પ
ભાવનગરથી નજીક આવેલ બોટાદમાં કોરોના વાયરસની મહામારીમાં આજ દિન સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાવા પામ્યો ન હતો પરંતુ અન ટચ જિલ્લાઓમાં પણ કોરોના વાયરસે પગપેસારો કર્યો હોય તેમ બોટાદમાં પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો છે.
ભાવનગરને અડીને આવેલા બોટાદ જિલ્લામાં હાલની પરિસ્થિતી સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાવા પામ્યો ન હતો. બોટાદનાં વહિવટી તંત્ર દ્વારા સંપુર્ણ પણ સાવચેતીનાં પગલાઓ પણ લેવામાં આવ્યા હતા. જેને કારણે બોટાદમાં આજદિન સુધી કોરોનાં વાયરસનો એક પણ કેસ નોંધાયા પામ્યો ન હતો પરંતુ બુધવારની સવારે બોટાદમાં સૌ પ્રથમ કોરોનાં કેસ નોંધાયો છે. જેનાં પ્રથમ કોરોના વાયરસ પેશન ઈસ્માઈલભાઈ ભુરાભાઈ માકડ (ઉ.વ.૮૦) છે. તેમને તુરંતજ આઈસોલેશન વોર્ડમાં શિફટ કરી દેવામાં આવ્યા છે. રદ્દ ઉપરાંત તેમનાં સંપર્કમાં આવેલા વ્યકિતઓનું લીસ્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. તેમજ વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારનાં પગલા લઈ લેવામાં આવ્યા છે.