તા.રર
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો ઉત્તમ નમૂનો આ કેસ છે. ગુજરાતમાં પોલીસનો ખોફ ગુંડા તત્વોને રહ્યો નથી તે એક સત્ય છે. યુવતીને અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાવી જઈ ક્રૂરતા આચરાઈ છે. યુવતીના વાળ જડમૂળથી ઉખાડી નાખીને તેનો અંગૂઠો અને કાન કાપી નખાયા છે. બોટાદની આ યુવતીને વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે. બોટાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી તો હાથ ધરી છે. યુવતીના નિવેદન બાદ પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આ કેસમાં હવે એક નવો ચોકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીએ અપહરણની વાત ઉપજાવી કાઢી હતી. પોલીસે તપાસ દરમ્યાન શંકાસ્પદ શખ્સને પકડી તેની પૂછપરછ કરતા તે યુવતીનો પ્રેમી હોવાનું બહાર આવ્યું હતુ. યોગેશ નામના યુવકે યુવતી સાથે પ્રેમ હોવાનું કબુલાત કરી હતી.
બીએડમાં ભણતી યુવતી પોતાના પ્રેમી યોગેશ વાઘેલાને મળવા ગઢડા ગઈ હતી. તેનો પ્રેમી બોરવેલ રીચાર્જ કરવાની રીંગનું કામ કરતો હતો. તે સમયે કુવામાં ચાલતુ કામ જોવા લઈ જતા યુવતીના વાળ મશીનમાં ભરાઈ ગયા હતા. જેથી યુવતી પોતાના વાળ મશીનમાંથી ખેંચવા ગઈ હતી. એમાં યુવતીનો અંગુઠો કપાઈ ગયો હતો. પરંતુ પ્રેમ પ્રકરણ છુપાવવા યુવતીએ અપહરણની વાત ઉપજાવી કાઢી હતી અને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતુ કે અજાણ્યા શખ્સો તેને લૂંટીને ભાગી ગયા હતા. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. હાલમાં આ યુવતી અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
યુવતિના ભાઇએ આ મામલે નિવેદન આ૫તા કહ્યું છે કે, થોડા સમય અગાઉ તેની બહેનને કોઇ શખ્સ ૫રેશાન કરતો હતો ત્યારે ઠ૫કો આપ્યો હતો. દવાખાનામાં યોગ્ય રીતે સારવાર ન થતી હોવાનો આક્ષે૫ પણ તેણે કર્યો છે. આ ઉ૫રાંત પોલીસે ફરિયાદ લેવામાં ૫ણ ગલ્લાતલ્લા કર્યા હતાં. અગાઉ એટીએમ કાર્ડ મારફત મારી બહેનના ખાતામાંથી રૂ.એક લાખની રકમ કાઢી લેવામાં આવી હતી. આમ સમગ્ર મામલે પોલીસ પર પણ માછલાં ધોવાતાં પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે. જેમાં યુવતી અને પોલીસનું નિવેદન અલગ આવ્યું છે. ચકચારી લાગતો આ કેસ પોલીસની કાર્યવાહીથી ઉકેલાઇ ગયો હતો.
બોટાદ-ઘઢડા હાઇવે પર બનેલી આ ઘટનાનો ભોગ બનેલી બીએડની વિદ્યાર્થીની કોલેજથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે નરાધમોએ તેનું અપહરણ કરી તેની પર દાનવીય કૃત્ય આચર્યું હતું. બાદ આ યુવતીને રસ્તા પર ફેંકી દીધી હતી. ગંભીર સ્થિતિમાં આ યુવતીને બોટાદ અને ત્યાંથી અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. જે ઉપરોકત તસવીરમાં દૃશ્યમાન છે.