ભાવનગર,તા.ર૧
બોટાદ ગામે રહેતા એક યુવાને બે શખ્સો પાસેથી રૂા.૩.પ૦ લાખ ૧૦ ટકાના વ્યાજે પૈસા લીધા હતા. તેની ઉઘરાણી યુવાનના પિતા પાસે કરી ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આ બનાવની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ હાલ સુરતના અમરોલી સાયણ રોડ પર રહેતા બોટાદના વતની નારણભાઈ જાદવભાઈ સાકડાસરિયા (ઉ.વ.૬૩)એ બોટાદ પોલીસ મથકમાં હિતેશ રમેશભાઈ કળથિયા, શૈલેષ ભગવાનભાઈ કળથિયા રહે. બન્ને બોટાદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧/૮/૧૮થી ૩૧/૮/ર૦૧૮ના સમયગાળા દરમિયાન ઉક્ત બન્ને શખ્સો પાસેથી તેોના પુત્રે રૂા.૩.પ૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધેલ હતા. જે પેટે વ્યાજના રૂા.પ.૭૦ લાખ ચુકવી આપેલ તેમ છતાં ઉક્ત બન્ને શખ્સોએ પુત્રએ લીધેલા વ્યાજના નાણાંની પોતાની પાસે અવાર-નવાર ઉઘરાણી કરી તેઓની ઓફિસને તાળા મારી દઈ બળજબરીપૂર્વક પડાવી લીધા બાદ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની બોટાદ પોલીસ મથકમાં ઉક્ત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આ બનાવની તપાસ હાથ ધરી છે.