બોડેલી- તા.૨૦
બોડેલીના જબુગામ પાસે રેલવેે પાટા પર એક નવજાત શિશુની અડધી કપાયેલી લાશ મળી આવી છે.
બોડેલી તાલુકાના જબુગામ પાસે એગ્રીકલ્ચર કોલેજની સામે રેલવેે પાટા પર આજરોજ એક નવજાત શિશુ અર્ધ કપાયેલી હાલતમાં મળી આવ્યુ હતું.ગામ સરપંચે બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી તપાસ કરતા નવજાત શિશુ નો કમરથી નીચનો ભાગ સ્થળ ઉપર મળી આવેલ નહી.પોલીસે આજુ બાજુ તપાસ કરતા શરીરનો અન્ય ભાગ પણ મળ્યો ન હતો. નવજાત શિશુ ની બંને આંખો પણ ન હતી. શરીર નો અડધો ભાગ ન હોવાથી બાળક છે કે બાળકી તેની ઓળખ પણ મુશ્કેલ બની છે નવજાત શિશુની અડધી લાશ પી.એમ કરવા જબુગામ સી.એચ.સી પર લઈ જવા અને ગામ સરપંચ ની ફરિયાદ લઈ નવજાત શિશુના અજાણ્યા માતાપિતા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.