બોડેલી તાલુકા ધરોલિયા ગામે મુંબઈ આવેલા ત્રણ યુવાનો રાઠવા નિલેશભાઈ બચુભાઈ, કોળી શૈલેષભાઈ રામજીભાઈ, રાઠવા વિજ્યભાઈ નારાયણભાઈને તા.૧૧ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઈ ત્રણે યુવાનો સારવાર અર્થે બોડેલી ખાતે ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને આજ રોજ આ ત્રણે યુવાનો તબિયત સારી થતા કોરોના સામે લડાઈ જીતી લઈ મેડિકલ ટીમે ત્રણ યુવાનો કોવિડ-૧૯ સેન્ટરમાંથી ઘરે મોકલી આપ્યા છે જેને લઈ મેડિકલ ટીમે ત્રણે યુવાનો તાળીઓના ગડગડાટથી વિદાય આપી હતી અને યુવાનોની મેડિકલ ટીમે આટલા દિવસ સારવાર કરવા બદલ આભાર માન્યો હતો.