બોડેલી, તા.રપ
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર એક મોટરસાયકલ ચાલક યુવાનને પોલીસે મેમો આપતા મોટરસાયકલ ચાલક વડોદરા આર.ટી.ઓ.માં જતા ૧૦ હજાર રૂપિયા ભરવાનું કહેતા મોટરસાયકલ ચાલક ચોંકી ઉઠ્યો હતો કેમ કે ગાડી વેચાણમાં પાંચ હજારમાં લીધી હતી અને મેમો ૧૦ હજારનો મળ્યો. જેથી મેમો ભર્યા વગર આવ્યો હતો. બોડેલીમાં ખડખડાટ મચી જવા પામ્યો છે.
બોડેલીના અલીખેરવા પર રહેતા અને વાયરીંગનું કામ કરી ગુજરાન ચલાવતો હબીબ રિફાકત હુસેન ખત્રી મોટરસાયકલ લઈ વીજ વાયરીંગના કામ અર્થે ઘરેથી નીકળ્યો હતો ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર બોડેલી પોલીસે હબીબને ઊભો રાખી મોટરસાયકલના કાગળો અને ડ્રાઈવિંગ લાયસન્સ માંગતા કાગળો ન હોવાથી પોલીસે ગાડી જપ્ત કરી વિવિધ કલમો લગાવી મેમો આપતા હબીબભાઈ મેમો ભરવા વડોદરા આર.ટી.ઓ. જતા આર.ટી.ઓ. અધિકારીએ મોટરસાયકલ માલિક અને ડ્રાઈવરને ૩પ૦૦ અને૩પ૦૦ મળી ૭ હજાર રૂપિયા દંડ ઓછો કરી બીજા ૩૦૦૦ રૂપિયા ઉમેરવાની વાત કરતા હબીબ છક થઈ ગયો હતો અને મેમો ભર્યા વગર પરત બોડેલી આવ્યો હતો.