છોટાઉદેપુર, બોડેલી, તા.૯
ધો.૧ર સાયન્સ પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું પરિણામ રાજ્યમાં સૌથી ઓછું ર૭.૧૯ ટકા આવતા અને રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું ર૯.૮૧ ટકા આવતા ફરી આદિવાસી જિલ્લા છોટાઉદેપુરમાં શિક્ષણનું સ્તર કઠળ તું દેખાય છે.
આજરોજ ઉચ્ચત્તર માધ્યમિક ધો.૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થતા સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ર૯.૧૯ ટકા આવતા રાજ્યમાં સૌથી નીચું પરિણામ આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૧૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૭૩૦ વિદ્યાર્થીઓ નાપાસ થતા ગયાવર્ષ ૩પ.૬ ટકા કરતા ચાલુ વર્ષ તેના કરતા પણ ઓછું પરિણામ આવતા આદિવાસી જિલ્લા તરીકે ઓળખાતા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિનની નીચું જતું દેખાય રહ્યું છે.
જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેન્દ્રનું પરિણામ પણ સમગ્ર રાજ્યના ર૯.૧૯ ટકા આવેલ છે. બોડેલી કેન્દ્ર પર પ૭૦ વિદ્યાર્થીઓમાંથી ૧પપ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જ્યારે ૪૧પ વિદ્યાર્થીઓ નાપાસ થતા ગયા ર૭.૬૧ ટકા કરતા પરિણામ નીચું આવ્યું છે. જ્યારે બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલનું ધો.૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ ૩૭.૦પ ટકા આવેલ છે અને શાળામાં પ્રથમ દેસાઈ ક્રિના ધર્મેન્દ્ર કુમાર ૯૭.રપ પર્સન્ટાઈલ, બીજા ક્રમે રાઠવા હાર્દિક રાજેન્દ્ર કુમાર ૮૧.ર૧ પર્સન્ટાઈલ, ત્રીજા ક્રમે પંચાલ માન્વ શૈલેષકુમાર ૭પ.૬૪ પર્સન્ટાઈલ મેળવેલ છે.
છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું ર૯.૮૧ ટકા પરિણામ રાજ્યમાં સૌથી ઓછું મળી આવેલ છે. ગત વર્ષની સરખામણી કરતા પણ ઓછું પરિણામ છે જિલ્લામાં દિવસે-દિવસે શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું છે તેનું મુખ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ છે.