(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૨૩
બોડેલીમાં કોરોના પોઝિટિવ આવેલ યુવાન મોહસીનભાઈ ખત્રી ૧૪ દિવસ દવાખાનામાં સારવાર બાદ સાજા થઈ પરત બોડેલી ઘરે આવતા ઘણા સમયબાદ કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં ખુશી ફેલાઈ હતી અને લોકો ઘરની બહાર આવી તાળીઓથી મોહસીનભાઈનું સ્વાગત કર્યું હતું. જ્યારે મોહસીનભાઈ છોટાઉદેપુર સારવારમાં હતા ત્યારે મોહસીનભાઈની માતા આયેશાબેનનું માંદગીને લઈ નિધન થયું હતું અને માતાના અંતિમ દર્શન કરી શક્યા ન હતા. જેને લઈ સારવાર બાદ ઘરે આવતા મોહસીનભાઈ અને તેઓના પિતા મુજ્જફરભાઈ એકબીજાને મળી ધ્રુસ્કે ધ્રુસ્કેે રડી પડતા વિસ્તાર ગમગીન થઈ ગયો હતો.