બોેડેલી, તા.૧૯
બોડેલી મોડાસર ચોકડી પાસે બીમાર પત્નીની ખબર જોવા મોટરસાઈકલ લઈ આવતા પોલીસકર્મીની મોટરસાઈકલનું આગળનું ટાયર ફાટતા મોટરસાઈકલ પરથી કાબૂ ગુમાવતા પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા અતુલભાઈ સબુરભાઈ રાઠવા ઉ.વ.પર(રહે.શ્યામકુંજ સોસાયટી, બોડેલી) લોકડાઉનમાં રંગલી ચોકડી પર બંદોબસ્તમાં હતા ત્યારે ઘરે તેઓની પત્નીની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર કાઢવા રંગલી ચોકીથી મોટરસાઈકલ લઈ બોડેલી આવતા હતા ત્યારે મોડાસર ચોકડી પાસે મોટરસાઈકલનું ટાયર ફાટતા કાબૂ ગુમાવતા નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦૮ એમ્બયુલન્સમાં બોેડેલી સરકારી દવાખાને અતુલભાઈન મૃત જાહેર કર્યા હતા.