(સંવાદદાતા દ્વારા)
દાહોદ તા.૦૪
સીંગવડ તાલુકાના બોરગોટા ગામે એક ૨૫ વર્ષીય પરણિત મહિલાને સંતાન ન થતાં એક તાંત્રીક પાસે ગઈ હતી જ્યા આ તાંત્રીક દ્વારા વિધી કરવાને બહાને મહિલાને જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે મહિલાએ ઢોંગી તાંત્રીક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ ઢોંગી તાંત્રિકે ૨૫ વર્ષીય પરણિતાને છાપરી સ્મશાન ઘાટના જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા જેતે સમયે આ ઘટનાની જાણ પરિવારજનો થઈ ન હતી ત્યારે આ ભાંડો ફુંટતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી અને આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતાએ આ ઢોંગી તાંત્રીક મુકેશ રૂપસીંગભાઈ સંગાડા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.