દેશનાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોરસદનાં મોઈનુદ્દીન યુવા ટ્રસ્ટનાં કાર્યકરો દ્વારા બોરસદનાં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધો સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી અને હાલની કોરોનાં મહામારીને લઈને વૃદ્ધોને એન-૯૫ માસ્ક, મિઠાઈ, ફળો અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તેઓનું આરોગ્ય જળવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. યુવા ટ્રસ્ટનાં કાર્યકરોએ વૃદ્ધો સાથે સમય વિતાવીને તેઓને આનંદીત કરી પર્વની અનોખી ઉજવણી કરી હતી.
Recent Comments