(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના વાલવોડ ગામનાં મહીસાગર કોતર વિસ્તારમાંથી નીકળેલ અજગરને સ્થાનિક કેટલાક યુવકો દ્વારા ડંડાથી માર મારી અધમુઓ કર્યા બાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના મંગળવારે સામે આવતા ચકચાર મચી જવા પામી છે વનવિભાગને સોશિયલ મીડિયા દ્વારા મળેલ વિડિઓના આધારે સ્થળ તપાસ કરી ત્રણ આરોપીઓની અટક કરી વધુ ચાર જેટલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે
મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના વાલવોડ ગામની સોના તલાવડી વિસ્તારમાં અજગર ચઢી આવ્યો હતો જેને લઇ ગ્રામજનોના ટોળા ભેગા થઇ ગયા હતા જેમાંથી ૭ જેટલા યુવકોએ અજગરને લાકડાના ડંડાથી માર મારીને અધમુઓ કરી નાખ્યો હતો અને બાદમાં કોતર વિસ્તારમાં લઇ જઈ લાકડાના ઢગલા કરી તેમાં અજગરને જીવતો જ મૂકી દઈ આગ ચાંપી દીધી હતી જેને લઇ અજગર આગમાં બળી ગયો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બોરસદ ફોરેસ્ટ વિભાગના એ.જે. વાઘેલા મંગળવારે વાલવોડ ગામે પહોંચી ઘટના સ્થળ પર તપાસ કરી હતી અને વન્ય પ્રાણી અધિનિયમ કલમ ૧૯૭૨ અન્વયે મોડી સાંજે ધટના સ્થળ પરથી ત્રણ આરોપીઓ મુકેશભાઈ હરિભાઈ મકવાણા,જીતુભાઇ ચતુરભાઈ મકવાણા,ગિરીશભાઈ કનુભાઈ મકવાણા તમામ રહે વાલવોડ તા.બોરસદની અટકાયત કરી હતી. વન વિભાગ પાસે જેલની વ્યવસ્થાના હોઈ આરોપીઓમેં બોરસદ પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા જયારે અન્ય ચાર જેટલા આરોપીઓની હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે રેન્જ ફોરેસ્ટ અધિકારી વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ પકડાયેલા ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરતા આરોપીઓ દ્વારા ભયભીત થઈને કાયદાની અજ્ઞાનતામાં આા કૃત્ય કર્યું હોઈ તેઓનાં રીમાન્ડ ના મંજુર કરી તેઓને જયુડીસલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.