(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આણંદ જિલ્લા કલેકટર આર. જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે અનેક વિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જયારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓને રાખવા માટે બોરસદમાં ૫૦ બેડ ધરાવતો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નિરિક્ષણ કર્યું હતું.
આજે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે બોરસદ ખાતેની અંજલિ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલને જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર હસ્તક કરીને હોસ્પિટલમાં ૫૦ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ખૂટતી સુવિધાઓઓ જિલ્લા પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવશે જયારે આઇ.એમ.એ.ના સહયોગથી તબીબો અને ર્નસિંગ સ્ટાફની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.