(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૬
આણંદ જિલ્લાનાં બોરસદ શહેરની આણંદ ચોકડી નજીક સમર્થ સોસાયટીની સામે ગોબરપુરા જવાનાં માર્ગ પર કેનાલની પાસેથી કોથળાથી ઢાંકેલી હત્યા કરાયેલી ડભાસી ગામનાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં ગોબરપુરા જવાનાં માર્ગ પર સમર્થ સોસાયટીની સામે માઈનોર મહિ કેનાલની બાજુમાં ગત રાત્રીનાં સુમારે કોથળાથી ઢાંકેલી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાસ પડી હોવાની નજરે પડતા સ્થાનિક લોકોએ બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી,અને પોલીસે તપાસ કરતા કોથળાની નીચે ૨૫થી ૩૦ વર્ષનાં આશરાનાં એક યુવકનો મૃતદેહ પડયો હતો, તેમજ પોલીસે તલાસી લેતા એક મોબાઈલ ફોન તેમજ બેગ મળી આવતા પોલીસે તપાસ કરતા મૃતક યુવાન નજીકનાં ડભાસી ગામનો કલ્પેસભાઈ આશાભાઈ પટેલ હોવાની ઓળખ થઈ હતી, મૃતક યુવાન ડ્રાઈવર તરીકે ખાનગી નોકરી કરતો હતો અને અવાર નવાર ધરેથી બે ત્રણ દિવસ માટે મુસાફરોને લઈને બહારગામ જતો હતો અને બે દિવસ પુર્વે પણ તે ધરેથી ઈન્દોર જવા માટે નિકળ્યો હતો,જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આજે બપોરે પોસ્ટમોર્ટમ બાદ મૃતેદહ તેઓનાં પરિવારજનોને સુપ્રત કર્યો હતો.
બોરસદમાં હત્યા કરી ફેકી દેવાયેલી યુવાનની લાશ મળી

Recent Comments