(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨
આણંદ જિલ્લાનાં બોરસદ વાસઁણા માર્ગ પર ગત રાત્રીનાં સુમારે ઉજ્જૈન દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને ડમ્પરનાં ચાલકએ ટક્કર મારતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર પ્રોઢને ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હતું જયારે ચારને ઈજાઓ પહોંચી હતી જે બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર દાવોલ ગામે આથમણો ભાગમાં બારોટવાડા વિસ્તારમાં રહેતા સુનિલકુમાર વિઠ્ઠલભાઈ પટેલ બુધવારે પોતાની કારમાં વાસણા (બો) ગામનાં પોતાના સસરા નરેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ, સાસુ સંતોકબેન નરેન્દ્રભાઈ પટેલ પત્ની મોનિકાબેન સુનિલકુમાર પટેલ અને દાવોલ ગામના મિત્ર મયંકભાઈ રાજુભાઈ પટેલ સાથે ઉજ્જૈન મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓની કાર બોરસદ વાસદ ચોકડીથી વાસણા તરફ જવા માટેના રોડ નજીક સામેથી પુરપાટ આવી ચઢેલ ડમ્પરનાં ચાલકે કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.અને કારનો લોચો વળી ગયો હતો, આ અકસ્માતમાં નરેન્દ્રભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જ્યારે અન્યોને ઈજાઓ પહોંચી હતી. જે તમામને સારવાર માટે બોરસદ શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે સુનિલકુમાર વિઠ્ઠલભાઇ પટેલની ફરિયાદ લઇ ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બોરસદ-વાસણા માર્ગ પર ડમ્પરે કારને ટક્કર મારતાં એકનું મોત

Recent Comments