(એજન્સી) લંડન, તા.રપ
બ્રિટનના વડાપ્રધાન તરીકે બોરિસ જોન્સનની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. એમણે યુરોપિય યુનિયનમાંથી ૩૧મી ઓકટોબર ર૦૧૯ સુધી અલગ થવાનું વચન આપ્યું હતું. પપ વર્ષીય બોરિસ પૂર્વ વિદેશ સચિવ અને લંડનના મેયર હતા. એમની નિમણૂંક વડાપ્રધાન તરીકે થઈ છે. બર્કિંધામ પેલેસમાં જઈ એલિઝાબેથ-ર પાસેથી સરકાર રચવાનો અધિકૃત નિયંત્રણ મેળવ્યા પછી એમણે પોતાનો હોદ્દો સંભાળ્યો છે. બ્રેક્ઝિટના સમર્થક રિશી સુનક જે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે એમને અને આલોક શર્માને બોરિસની કેબિનેટમાં સમાવવામાં આવશે. રિશી સુનક ટ્રેઝરીમાં મુખ્ય સચિવનો હોદ્દો સંભાળશે. યુકે કેબિનેટમાં સમાવેશ કરાયેલ ભારતીય મૂળની ત્રણ વ્યક્તિઓમાં રિશી સૂનક પણ છે. બ્રિટેન યુરોપિય યુનિયનમાંથી બહાર નીકળે એની રિશી તરફેણ કરે છે.