ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવાર તા.પ માર્ચથી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પરીક્ષાના આગલા દિવસે એટલે કે બુધવારે વિદ્યાર્થીઓ તેમનો જે સ્કૂલમાં નંબર આવ્યો છે, ત્યાં બેઠક વ્યવસ્થા જોવા ગયા હતા. આમ તો ગૂગલ મેપના જમાનામાં શાળા શોધવી મુશ્કેલ વાત નથી પરંતુ કેટલીક વાર નંબર મુજબ બેઠક વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ અંતિમ સમયે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આથી વિદ્યાર્થીઓ કોઈ જોખમ લેવા માગતા ન હોવાથી બેઠક વ્યવસ્થા જોઈ લેવાનું મુનાસિબ માને છે.