છેલ્લા બે મહિનાથી ભારતીય ટીવી ચેનલો પર ખાસ કરીને રાષ્ટ્રીય ચેનલ પર અંગ્રેજી અને હિંદીના પ્રસારણમાં આ ચેનલોને માત્ર એક જ સમાચારનું વળગળ વધુ પડતું જોવા મળી રહ્યું છે અને આ સમાચાર એટલે બોલિવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને લગતા સમાચાર.
હજારો કરતાં વધુ કલાકના પ્રસારણમાં સુશાંતના મોત પર એક પણ પાસુ એવું રહ્યું નથી કે જેને કવર કરવામાં આવ્યું ન હોય. પરંતુ આ પ્રકારના વધુ પડતાં વળગળને કારણે ભારતના જે મૂળભૂત પ્રશ્નો છે અને મુદ્દાઓ છે તેની મીડિયાના શક્તિશાળી વિભાગ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
અત્યારે દેશના ટોચના પાંચ પ્રશ્નોની ભારતીય મીડિયા માત્ર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રીત કરવાનું પસંદ કરીને ઉપેક્ષા કરી રહી છે.
૧. ગબડતું અર્થતંત્ર
સોમવારે સરકારે ભારતીય અર્થતંત્રને લગતા જાહેર કરેલા ડેટા અનુસાર એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતનું અર્થતંત્ર ગબડી રહ્યું છે તેમ છતાં ભારતના મીડિયાગૃહોને આ સમાચાર કરતાં બોલિવુડને લગતા સમાચારોનું સવિશેષ મહત્વ છે.
૨. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી
ભારત-ચીન સરહદે સોમવારે ચીનના સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં યથાસ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક લશ્કીર હિલચાલ કરી હતી પરંતુ ભારતીય જવાનોએ તેમના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં હતાં. તેમ છતાં આપણા ભારતીય મીડિયા એવું માને છે કે બોલિવુડની ગપશપ દેશના સરહદી વિવાદ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
૩. કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળો
રવિવારે ભારતમાં કોરોના વાયરસના નવા ૭૮૭૬૧ વિક્રમી કેસ નોંધાયાં હતાં જે મહામારી શરૂ થઇ ત્યારથી વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના કેસોમાં સર્વાધિક ઉછાળો હતો. બીબીસીના સાઉથ એશિયા બ્યુરોના વડાએ તેને ગંભીરતાથી લઇને એવું જણાવ્યું છે કે ભારત હવે કોરોના વાયરસનું એપિસેન્ટર બની ગયું છે. કોરોના વાયરસને કારણે નિયમિત આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. તેમ છતાં ભારતના ટીવી પત્રકારત્વ માટે આ ગંભીર આરોગ્ય સંકટ કરતાં સુશાંતસિંહ રાજપૂતને લગતા સમાચારો વધુ મહત્વપૂર્ણ છે.
૪. ય્ડ્ઢઁની નિષ્ફળતા
મોદી સરકારે ૨૦૧૭માં દેશમાં નવી કર પ્રણાલિ શરૂ કરી હતી. નવા જીએસટીને વન નેશન વન ટેક્સ એવું નામ આપવામાં આવ્યું હતું અને તેના કારણે આર્થિક નિકાસ તેમજ કર વસુલાતમાં વેગ આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આમાંના કોઇ વચન સાચા પડ્યાં નથી. ગત સપ્તાહે કેન્દ્રએ રાજ્યોને જીએસટીનો હિસ્સો આપવા ઇનકાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે હવે રાજ્યો કેન્દ્ર સાથે સંઘર્ષમાં ઉતરશે. પરંતુ ભારતીય મીડિયા માટે ફિલ્મ સ્ટારોની પાર્ટીને લગતી ગપશપ જીએસટીની નિષ્ફળતા કરતાં વધુ મહત્વપૂર્ણ સમાચાર છે. મોદી સરકારની નવી યોજના નેશનલ ડિજીટલ હેલ્થ મિશનમાં તમામ ભારતીયો માટે ડિજીટલ હેલ્થ ઓળખની જોગવાઇ છે. આધાર સાથે લિંક કરીને આઇડી મેડિકલ અને અંગત માહિતી ધરાવતાં ડિજીટલ ડેટા બેઝની પહોંચ માટે ચાવીરૂપ રહેશે.
૨૬, ઓગસ્ટના રોજ મોદી સરકારે આ નીતિનો મુસદ્દો જાહેર કર્યો હતો જેમાં આ ડેટા કઇ રીતે એકત્ર કરાશે, પ્રોસેસ કરાશે, સંચિત કરાશે અને શેર કરવામાં આવશે તે અંગેની માર્ગદર્શિકા જણાવાઇ હતી. આ એક મહત્વના સમાચાર હતાં પરંતુ પાવરફુલ ટીવી મીડિયાએ તેની સંપૂર્ણપણે ઉપેક્ષા કરીને બોલિવુડ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું પસંદ કર્યુ છે.
– શોએબ દાનિયાલ (સૌ. : સ્ક્રોલ.ઈન)