(એજન્સી) મુંબઈ, તા.૨૧
બોલિવૂડ અભિનેતા દિલીપકુમારના ભાઈ અસલમખાનનું શુક્રવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થઇ ગયું. દિલીપકુમારના બે ભાઈ અહસાન ખાન અને અસલમ ખાનને ૧૬ ઓગસ્ટનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને કોરોના સંક્રમીત હતા. દિલીપકુમારના બંને ભાઈઓની હાલત ગંભીર હતી. એક ભાઈ અસલમ ખાને આજે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલનાં જણાવ્યા અનુસાર તેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદયની બિમારી હતી. આ સાથે તેઓ કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા. અસલમને શ્વાસ લેવામાં તકલીફ થતાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. તેમનું ઓક્સિજન લેવલ ૮૦ ટકા સુધી ઘટી ગયું હતું. આ પહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે ઉમર અને બિમારીઓને પગલે તેમની હાલત ગંભીર છે. અહસાન ખાનની ઉમર ૯૦ વર્ષની છે જ્યારે અસલમ ખાન તેનાથી નાનો હતો.
Recent Comments