સિડની, તા.ર૯
બોલ ટેમ્પરીંગ વિવાદ પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કપ્તાન સ્ટીવ સ્મિથ પત્રકાર પરિષદ દરમ્યાન ભાવુક થઈ ગયો તેણે કહ્યું કે, તમે મને માફ કરો હું તમને એ બતાવવા માંગુ છું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાનના રૂપમાં આની પૂરી જવાબદારી લઉ છું. સ્મિથે કહ્યું કે, મેં એક ખૂબ જ ખોટો નિર્ણય કર્યો જેના પરિણામ મને સમજાઈ રહ્યા છે. આ દરમ્યાન સ્મિથ અનેકવાર રડી પડ્યો અને રડતાં રડતાં જ તેણે પત્રકાર પરિષદને અલવિદા કહ્યું. સ્મિથે કહ્યું કે, સારા લોકો પણ ભૂલો કરે છે મેં પણ મોટી ભૂલ કરી છે અને આ બધું થવા દીધું મેં નિર્ણય લેવામાં ભૂલ કરી. પૂર્વ ઓસી. કપ્તાને રડતાં રડતાં કહ્યું કે, મારી જાણકારીમાં આ પહેલીવાર થયું છે હું તમને આ વાતથી અશ્વસ્ત કરી શકું છું કે, આવું ફરીવાર નહીં થાય, હું ઓસી. ટીમનો કપ્તાન હતો. આ બધું મારી સામે થયું હું આ ઘટનાની પૂરી જવાબદારી લઉ છું, પત્રકાર પરિષદ સમાપ્ત કરતાં પહેલાં સ્મિથે કહ્યું હું ખૂબ જ શરમજનક સ્થિતિમાં છું આ ઘટના ખૂબ જ દુઃખ આપનારી છે આ મને ઘણી તકલીફ આપે છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્રેમીઓને મેં જે પીડા આપી છે તેના માટે હું દિલથી માફી માંગુ છું.
જીવનભર આ વાતનો પસ્તાવો રહેશે : બેનક્રાફટ
બોલ ટેમ્પરીંગ માટે ચારેબાજુથી ટીકાનો સામનો કરી રહેલા ઓસી.ના યુવા બેટ્સમેન કેમરૂન બેનક્રાફટ કહ્યું છે કે ઘટનાનો ખુલાસો થયા બાદ તે ખૂબ જ ડરી ગયો હતો. એટલા માટે તે જુદું બોલ્યો બેનક્રાફટ આ ભૂલ માટે બધાની માફી માંગી છે. તેણે કહ્યું કે, હું માફી માંગવા માંગુ છું ખાસ કરીને બાળકોની તે બધા લોકોની જેમને મેં નિરાશ કર્યા છે. મને જીવનભર આ વાતનો પસ્તાવો રહેશે હાલ હું ફક્ત માફી માટે કહી શકું છું.
બોલ ટેમ્પરિંગ વિવાદ : ભાંગી પડેલા સ્મિથે કહ્યું મારા નેતૃત્વની નિષ્ફળતા હતી

Recent Comments