(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૯
બોસ્ટન યુનિવર્સિટીની એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડીનું પૂરતું પ્રમાણ કોરોનાના દર્દીઓની સ્થિતિને બગડવાથી રોકી શકે છે અને તેનાથી ઓક્સિજનની જરૂરત પણ ઓછી થઈ શકે છે.
બોસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોએ પ્લાસ વનમાં છપાયેલા એક લેખમાં જણાવ્યું કે ૪૦ વર્ષથી, વધુ ઉંમરના દર્દી જેમાં પૂરતું વિટામીન ડી હતું. તેમાંથી માત્ર ૯.૭ ટકા જ ઈન્ફેક્શનના શિકાર થયા, જ્યારે ૨૫ ડી ૩૦ એનજી/એમએલના સર્કુલેટીંગ લેવલ્સ વાળા દર્દીઓમાં દર્દીઓમાં આ ટકાવારી ૨૦ હતી. ૨૫ ડી અથવા ૨૫ હાઈડ્રોક્સીવિટામીન ડી, શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ દર્શાવે છે. સીઆરસી અથવા સી-રિએક્ટીવ પ્રોટિનને સામાન્ય રીતે કોઈ ઈન્ફેક્શનથી થયેલા સોજાનું સ્તર જોવા માટે તપાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે સોજો જેટલો વધુ હશે ઈન્ફેક્શન પણ તેટલુ જ વધુ હશે. આ સ્ટડીથી સીધા પુરાવા મળે છે કે, વિટામીન ડીની પ્રચરતાથી જટીલતાઓ ઘટી શકે છે. સાઈટોકીન સ્ટોર્મ પણ ઓછા થઈ શકે છે અને અંતે કોરોનાથી મૃત્યુ પણ ઘટી શકે છે. સ્ટડી દરમિયાન હોસ્પિટલમાં દાખલ ૨૩૫ કોરોના દર્દીઓના વિટામીન ડિલેવલ્સ માપવામાં આવ્યા. દર્દીઓની સતત દેખરેખ રાખવામાં આવી કે તેમનું ઈન્ફેક્શન કેટલું ગંભીર થાય છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી તો નથી અને શું તે અંતે આ રોગથી બહાર આવી શક્યા. એવું માનવામાં આવે છે કે વિટામીન ડીની શરીરના ઈન્યુન રેસ્પોન્સમાં ભૂમિકા છે. આ વિશે પણ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે કે, આ કોરોનાને અટકાવવામાં કામ આવે છે. રિપોર્ટ ઠંડીમાં ઈન્ફ્લુએન્જાના કેસ પર વિટામીન ડીની અસરને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે સૂર્ય ઓછો નિકળે છે. એસીઈ ૨, સાર્સ-સીઓવી૨ વાયરસના ઈન્ફેક્શનની મધ્યસ્થા કરે છે. આ રીતે તેને ઘટાડવાથી, ઈન્ફેક્શનની ગંભીરતાને હળવી કરી શકાય છે. સંશોધનકારો આ તારણ પર પહોંચ્યા જે દર્દીઓમાં પૂરતું વિટામીન ડી હતું, તેમના લોહીમાં ઈન્ફ્લેમેટરી માર્ક-૨ સીઆરપીના લેવલ્સ ઘણા ઓછા હતા અને ટોટલ બ્લડ લિમ્ફોસાઈટ કાઉન્ટ વધુ હતા, જેનાથી જાણવા મળ્યું હતું કે વિટામીન ડીની પ્રચુરતાએ આ દર્દીઓમાં ઈન્યુન ફંક્શનને સુધારી દીધા હતા. ઈમ્યુ સિસ્ટમ પર આ લાભકારી અસર સંભવિત રીતે જીવન માટે ખતરનાક વાયરલ ઈન્ફેક્શનની ચપેટમાં આવવાના જોખમને પણ ઘટાડી શકે છે.