(એજન્સી) રિયોડી જનેરિયો, તા.૧૧
ઉત્તરી બ્રાઝિલની એક જેલમાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા ર૦ કેદીઓને મારવામાં આવ્યા છે. મૃતકોમાં એક સુરક્ષાકર્મી પણ સામેલ છે. જાણકારી મુજબ આ ઘટના સ્થાનિય સમય અનુસાર બપોરે એક વાગ્યાની આસપાસ ઈજાબેલ જેલ પરિસરમાં થઈ જ્યાં હથિયારોથી સજ્જ એક સમૂહે જેલ પર હુમલો કરી કેટલાક કેદીઓને ભાગવામાં મદદ કરી હતી. ત્યારબાદ ભાગી રહેલા કેદીઓને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ ઘટનામાં એક સુરક્ષા કર્મીનું પણ મોત નિપજ્યું હતું. રિપોર્ટ અનુસાર માર્યા ગયેલા ૧૯ કેદીઓની ઓળખ થઈ ચૂકી છે. આ ઘટનામાં એક જેલ ગાર્ડનું પણ મોત થયું છે. જ્યારે અન્ય સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થઈ ગયા છે. જ્યારે આ ઘાયલોમાંથી એકની હાલત ગંભીર બનેલી છે. સાર્વજનિક સુરક્ષા સચિવાલય મુજબ કેદીઓના એક જૂથે છ સુરક્ષા દળોનું અપહરણ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન જેલની બહાર કેદીઓને મદદ કરી રહેલા લોકોએ એક દરવાજાને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો.