(એજન્સી) બર્મિંધમ, તા.૨૨
બ્રિટનના શહેર બર્મિંધમમાં ગત રાત્રે પાંચ મસ્જિદો પર હિંસક હુમલો થવાનો મામલો સામે આવ્યો છે. સમાચાર મુજબ હુમલો બુધવારે મોડી રાતથી ગુરૂવારે સવાર થવાની વચ્ચે કરવામાં આવ્યો. મસ્જિદની બાહ્ય બારીઓ પર એક મજબૂત હથોડાથી હુમલા કરવામાં આવ્યા હતા. બર્ચફિલ્ડ રોડ પર સ્થિત મસ્જિદ પર આ હુમલો મોડીરાત્રે રઃ૩૦ વાગે કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે જેવી જ હુમલાની સૂચના મળી બરાબર તેની ૪પ મિનિટ પછી એક આવા જ હુમલાની સૂચના અડિંગટનમાં પણ મળી, તે ઉપરાંત એસ્ટન અને પેરીબારમાં પણ આ જ પ્રકારના હુમલાની સૂચના પોલીસ અધિકારીઓને મળી, તે ઉપરાંત એલબર્ટ રોડ પર પણ આવો જ હુમલો થયો. ગૃહસચિવે આ હુમલાને ગંભીર અને ચિંતાજનક ગણાવ્યા છે. મિડલેન્ડસની પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી આ હુમલાઓનો ઉદ્દેશ જાણી શકાયો નથી, પરંતુ અધિકારી તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલાઓના સંદર્ભમાં સાંસદ જોન કોટને ટિ્વટ કરી જણાવ્યું કે, હુમલા કરનારા કોઈ પણ કિંમતે બર્મિંધમને વહેંચી શકશે નહીં. જો કે, આ હુમલા કેમ કરવામાં આવ્યા તેનો ઉદ્દેશ અત્યાર સુધી સ્પષ્ટ થયો નથી.
બ્રિટનના બર્મિંઘમ શહેરની પાંચ મસ્જિદો પર હુમલા, હથોડા દ્વારા બારીઓ તોડવામાં આવી

Recent Comments