(એજન્સી) લંડન,તા.૪
બ્રિટનનો સૌથી નાની વયનો કોરોના વાયરસ પીડિત ૧૩ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું છે. જેને તેના પરિવારના સભ્યોની હાજરી વગર જ દફનાવવામાં આવ્યો કારણ કે, તેના પરિવારના તમામ સભ્યો ક્વોરન્ટાઈનમાં છે.
સમાચાર મુજબ ઈસ્માઈલ મોહમ્મદ અબ્દુલવહાબને શુક્રવારે દક્ષિણ-પૂર્વ લંડનના ચિશલહર્સ્ટના કેમનલ પાર્ક કબ્રસ્તાનમાં ઈટરનલ ગાર્ડનમાં દફનાવવામાં આવ્યો છે.
ઈસ્માઈલ દક્ષિણ લંડનના બ્રિકસ્ટનથી સોમવારે કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ર૩ માર્ચ હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસ પછી તેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
કિશોરની કોઈ જૂની આરોગ્ય સંબંધિ તકલીફ ન હતી. સમાચાર મુજબ કોરોના તેના ફેફસામાં ફેલાઈ ગયો હતો અને તેને કાર્ડિયક અરેસ્ટ થયો.