(એજન્સી) તા.૫
સંપૂર્ણ વિશ્વમાં કોરોનાના વધતા કેસની વચ્ચે એક વેકસીન આવવાની આશાથી ખુશીની લહેર છે. અમેરિકન કંપની ફાઈઝર અને જર્મન કંપની બીયોનટેકની કોરોના વેકસીનને હાલમાં જ બ્રિટનમાં ઈમરજન્સી પરવાનગી મળી ગઈ છે. તેની સાથે આ વિશ્વમાં કોરોનાની પ્રથમ વેકસીન છે., જેને કોઈ દેશમાં ઉપયોગની પરવાનગી મળી. તેનું પ્રથમ ઈન્જેકશન આ મહિનાના મધ્ય અથવા અંત સુધી બ્રિટીશ નાગરિકોને આપી શકાય છે. જો કે આ પ્રથમ વખત નથી, જયારે કોઈ અંગ્રેજને એક જોખમકારક રોગની રસીનો પ્રથમ ખોરાક આપવામાં આવી રહ્યો હોય. આજથી રસી હાથે પહેલા સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલી સ્મોલ પોકસની સમસ્યાના સમયે પણ બ્રિટનમાં જ તેની પ્રથમ રસી આપવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે ૧૭૯૬માં એક ખેડૂતના પુત્રને પ્રથમ વખત સ્મોલ પોકસની વેકસીન લગાવવામાં આવી હતી. તે છોકરાનું નામ જેમ્સ ફિટસ હતું અને તેની ઉંમર માત્ર ૮ વર્ષ હતી. ત્યાર બાદ ફ્રાન્સ અને અમેરિકા સહિત જુદા જુદા દેશોએ જુદા જુદા રોગોની રસી વિકસાવી અને દેશવાસીઓને આપી કેટલાક ઘાતક રોગ જેમ કે ઈન્ફલુએન્જા, પોલિયો, મીજલ્સ, મમ્પ્સ, રૂબેલા અને ઈબોલા માટે વેકસીનનો અવિષ્કાર અમેરિકામાં જ થયો. જયારે રેબીજ વાયરસની રસી ફ્રાન્સમાં બની હતી.