(એજન્સી) લંડન, તા.૧૬
બાબા અને તાંત્રિકોના માયાજાળથી માત્ર ભારત જ નહીં પરંતુ બ્રિટન પણ પરેશાન છે. લિસેસ્ટરમાં પોલીસે તેમની વિરૂદ્ધ કાયદેસર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસે પંજાબી, ગુજરાતી અને અંગ્રેજીમાં પેમ્ફ્લેટ્સ છપાવીને ખોટા દાવાઓ કરનારા બાબાઓ અને તાંત્રીકોથી સાવચેત રહેવાનું કહ્યું છે. લિસેસ્ટરમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે જે ઘણીવાર આ બાબાઓના નિશાન પર રહે છે. આ લોકો નસીબ બદલવા, વેપાર વધારવા, લગ્નની સમસ્યાઓ દૂર કરવા ખોટા દાવા કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો દગાખોર છે અને તેઓ ગુનાહિત નેટવર્ક સાથે સંબંધ પણ ધરાવે છે. આવા લોકો અવાર-નવારે રેડિયો અને જાહેરાત દ્વારા પોતાની સેવાઓ આપે છે.
બ્રિટનમાં બાબા, તાંત્રિકોને લઈને ચેતવણી જારી

Recent Comments