(એજન્સી) લંડન, તા.૭
બ્રિટન સરકાર દ્વારા નાણાકિય સહાય મેળવતી નેશનલ હેલ્થ સર્વિસના સૌથી સિનીયર ડોકટર ભારતીય મૂળના અરવિંદ મદને જનરલ પ્રકટિશનર દ્વારા કરાતી સર્જરીને બંધ કરવા અંગે ઓનલાઇન કોમેન્ટ કરવાના કારણે નોકરી ગુમાવવી પડી હતી.તેમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી.
સમગ્ર દેશમાં નાના જનરલ પ્રેકટિશનરો દ્વારા કરાતી સર્જરી અંગે તેમણે પોતાના ઉપનામે કરેલી પોસ્ટ એ આખા ઇંગ્લેન્ડમાં વિવાદ ઊભો કર્યો હતો, પરિણામે ડોકટર અરવિંદ મદનને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
લંડન સ્થિત જનરલ પ્રેકટિશનર તેમના તખલ્લુસ ‘ડેવિલ્સ એડવોકેટ્‌સ’ નામથી મેડિકલ સમાયીકની એક વેબસાઇટ ‘પલ્સ ટુડે’માં છેલ્લા કેટલાક વર્ષોથી લેખો લખે છે. કેટલીક વખતે એનએચએસની પોલીસીઓની તરફેણમાં પણ લખે છે.જો કે એક વખતે પોતાના ઉપનામ ’ડેવિલ્સ એડવોકેટ્‌સ’ને બદલે પોતાના અસલી નામે ખુલાસો કરતી પોસ્ટ લખતાં મેગેઝીનના લેખકો તેની સાચી ઓળખ જાણી ગયા હતા. મદને કબુલ્યું હતું કે તેમના ઉપનામે તેમણે અનેક વખતે પલ્સ ટુડેમાં પ્રોએકટિવ કોમેન્ટ્‌સ લખી હતી. ત્યાર પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી. તેમનો સાથીઓએ પણ હવે તેમનામાં વિશ્વાસ ગુમાન્યો હોવાના કારણે ડોકટર મદને માફી માંગી હતી.