(એજન્સી) લંડન, તા.૧
આઠ વર્ષીય ભારતીય મૂળનો બાળક બ્રિટનમાં સૌથી બુદ્ધિશાળી લોકોમાંનો એક છે. જેણે ચાર વર્ષની ઉંમરમાં ૧પરના આઈક્યુ સાથે મેન્સામાં પ્રવેશ કર્યો હતો. લીસેસ્ટરના અરવ અજય કુમાર, કે જેના માતા-પિતા ર૦૦૯માં મુંબઈથી બ્રિટન ચાલ્યા ગયા હતા. તેમને પણ પ્રાથમિક ગણિત સ્પર્ધા માટે પોતાની શાળામાં એક સ્વર્ણ પુરસ્કાર અને વધુ ગુણાંક મળ્યા હતા કે જે ગણિતિક સંઘ દ્વારા આયોજિત એક તાર્કિક તર્ક પરીક્ષામાં છે. બે વર્ષની ઉંમરમાં અરવ ૧૦૦૦ સુધી ગણતરી કરી શકતો હતો. બ્રિટનમાં જન્મેલા આરવે પત્રકારોને એક ઉત્તરી બ્રિટિશ અંદાજમાં કહ્યું કે મને ગણિત ગમે છે. કારણ કે તેનો એક જ સાચો જવાબ છે. પરિણામ મળતા જ હું સ્તબ્ધ થઈળ ગયો હતો. જ્યારે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો પરંતુ મને આ મુશ્કેલ ન લાગ્યું આ ખૂબ જ સરળ હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ગણિત સિવાય બીજું શું કરે છે તો તેણે કહ્યું કે જો વાતાવરણ સારૂં હોય તો મને ચેસ રમવાનું અને સાઈકલ ચલાવવાનું ખૂબ ગમે છે. હું એક દિવસ ચેસનો ગ્રાન્ડ માસ્ટર બનવા ઈચ્છીશ. અરવ અંડર-૯ લીસેસ્ટરશાયર કાઉન્ટી ચેસ ટીમમાં રમે છે. તારૂ ગણિત સારૂં હોવાનું રહસ્ય શું છે. તેવું પૂછાતા તેણે કહ્યું કે ગણિત સારૂં હોવાનું રહસ્ય એ સમજવાનું છે કે તમારો પ્રતિસ્પર્ધી બીજું શું કરો છો. તેણે કહ્યું કે તેને શાળામાં ક્રિકેટ રમવાનું પણ ખૂબ ગમે છે.