(એજન્સી) તા.ર૧
બ્રિટિશ સરકાર કબજે કરેલા વેસ્ટ બેંકમાં ૮૦૦ નવી વસાહતી આવાસ એકમોના નિર્માણ માટે ઈઝરાયેલ દ્વારા મંજૂરી આપવા વિશે ગંભીરતાથી ચિંતિત છે. લંડનમાં વિદેશ, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ કાર્યાલય માટેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલની સરકારનો નિર્ણય ભાવિ શાંતિ મંત્રણાઓ માટે જોખમી છે. આ વસાહતો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે અને દ્વિ-રાજ્ય સમાધાનની શકયતાને નબળું પાડવાનું જોખમ છે. અહેવાલો અનુસાર સંરક્ષણ મંત્રાલય આગામી અઠવાડિયાની બેઠકમાં નિર્માણ કામ માટે લીલી ઝંડી આપવાની તૈયારીમાં છે. વેસ્ટબેંકની વસાહતોમાં નવા આવાસ એકમો બનાવવાની ધારણા છે. યુએનના સામાન્ય સચિવ જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ ગલકાલે ઈઝરાયેલને પોતાનો નિર્ણય રોકવા અને ઉલટાવા કહ્યું હતું કારણ કે દ્વિ-રાજ્ય સમાધાનની પ્રાપ્તિમાં આ એક મોટો અવરોધ છે. ઈઝરાયેલ દ્વારા ૧૯૬૭થી પેલેસ્ટીની પ્રદેશોમાં વસાહતી એકમોની સ્થાપના જેમાં પૂર્વ જેરૂસલેમ સામેલ છે. તેમાં તેને કોઈ કાયદાકીય માન્યતા પ્રાપ્ત નથી અને તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સ્પષ્ટ ઉલ્લંઘન આચરે છે.
બ્રિટન, આયર્લેન્ડ અને UNએ ગેરકાયદે વસાહતી આવાસ એકમો બનાવવાની ઈઝરાયેલની યોજનાની નિંદા કરી

Recent Comments