(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
દુનિયાભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે બ્રિટન માટે ખરાબ સમાચાર આવ્યા છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે ૭૧ વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કલેરેન્સ હાઉસે બુધવારે તેની જાહેરાત કરતાં કહ્યું કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેનું સ્વાસ્થ્ય ઠીક છે. ૭૧ વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો જ્યાં તેઓ પોતાની બીજી પત્ની કામિલા ડચેસ ઓફ કોર્નવાલ સાથે હતા. પ્રિન્સ ચાર્લ્સની બીજી પત્ની ડચેસ ઓફ કોનેવાલ એમિલિયાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ડૉક્ટરની સલાહ બાદ બન્ને સ્કોટલેન્ડમાં સેલ્ફ આઈસોલેશનમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સ છેલ્લા કેટલાય દિવસથી અનેક સાર્વજનિક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા જેના કારણે તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા. કલેટેન્સ હાઉસના પ્રવકતા મુજબ ચાર્લ્સમાં બીમારીના થોડા લક્ષણ છે પરંતુ બાકી તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ ઘણા દિવસથી ઘરેથી કામ કરી રહ્યા છે.