(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
તાપી-સોનગઢમાં આવેલા ટોલ પ્લાઝા ખાતે એક એસટી બસની બ્રેક ફેલ થઇ જતા પાંચ વાહનોનો ખુરદો બોલી ગયો હતો. જોકે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. બેકાબુ બનેલી એસટી બસ ટોલ પ્લાઝા ખાતે રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી-સોનગઢના માંડળ ટોલ પ્લાઝા નજીક આજે વહેલી સવારે રાજસ્થાન ડેપોની એસટી બસ પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન બસની બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની ગઇ હતી, બસની બ્રેક ફેલ થઇ જતા ટોલ પ્લાઝા ખાતે રહેલી પાંચ જેટલા વાહનો ઉપર ચડાવી દેતા બાઇકનો ખુદદો બોલી ગયો હતો. જેથી વાહનોને ભારે નુકશાન થવા પામ્યું હતું. એસટી બસના ચાલકને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.