(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે કામરેજમાં પાણીપૂરી ખાતા જોઈ જતા પતિએ તેની પાસે છુટાછેટા માંગતા તેની સાથે ગાળાગાળી કરી પત્ની, સાળા અને બોયફ્રેન્ડ સાથે મળીને લાકડાના ફટકાથી માથામાં માર માર્યો હતો તો સામે પત્નીએ પણ પતિ સામે સોસાયટીના ગેટ પાસે રોકી કમર, ગાલ અને કાનના ભાગે પાસે ચપ્પુના ઘા માર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
સરથાણા શ્યામધામ મંદિર પાસે પુરસોત્તમનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન હરેશભાઈ ભલાણી ઘરકામ કરે છે. સંગીતાબેનના મેરેજ હરેશ ગોરધન ભલાણી સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી પોણા બે વર્ષથી અલગ રહે છે. દરમિયાન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે સંગીતા દેખાતા તેને રસ્તામાં રોકી ગાળાગાળી કરી હતી અને તેની પાછળ સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ તેની સાથે ઝઘડો કરી કમર, ગાલ અને કાનના ભાગે પાસે છરી જેવા હથિયારથી ઇજા પહોંચાડી હતી. પોલીસે સંગીતાબેનની ફરિયાદને આધારે પતિ હરેશ ભલાણી સામે ગુનો દાખલ કર્યો હતો. તો સામે હરેશ ભલાણીએ પણ પત્ની સંગાતી , વિનુ ખાત્રા, પ્રકાશ વિનું ખાત્રાણી અને ગીગા કાબા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં હરેશે જણાવ્યું હતું કે સંગીતાને તેના મિત્ર સાથે કામરેજ પાણીપુરી ખાતા જોયા હતા જેથી સંગીતાને છુટાછેડા લેવાનું કહેતા ગાળાગાળી ઢીકમુક્કીનો મારમારી સાલા તેમજ તેના બોયફ્રેન્ડએ લાકડીથી મારમારી માથામાં ઇજા પહોંચાડી હતી. પોલીસે હરેશની ફરિયાદને લઈને સંગીતા સહિત ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.