(એજન્સી) તા.ર૯
અભિનેતા રજનીકાંત, જે આ મહિનાની શરૂમાં હવે નહી તો કયારેય નહીંની ઘોષણા સાથે તેમની રાજકીય પાર્ટીની શરૂઆત માટે છેવટે તૈયાર દેખાયા હતા. તેમણે હવે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને ટાંકીને આ અંગે તૈયારી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. બ્લડપ્રેશરના વધઘટની ફરિયાદ સાથે તેઓ આ સપ્તાહના અંતે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાંથી રજા અપાયાના બે દિવસ બાદ આજે તેમણે એ નિવેદનમાં કહ્યું હતું કે, ત્યારે દુઃખ સાથે હું કહેવા જઈ રહ્યો છું કે હું રાજકારણમાં પ્રવેશ કરી શકીશ નહીં. આ નિર્ણયની જાહેરાત કરતી વખતે હું પોતે જ એકલો મારા દુઃખને જાણુ છું. હું ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યા વગર લોકોની સેવા કરીશ. મારા આ નિર્ણયથી મારા ચાહકો અને લોકો નિરાશ થશે પણ કૃપા કરીને મને માફ કરો. રજનીકાંતે આધ્યાત્મિક રાજકારણના અમલીકરણના વચન સાથે બે વર્ષ પહેલા રજિનિ મક્કલમ મંદિર પાર્ટીની સ્થાપના કરી હતી. તેમના આ નિર્ણયનું કારણ સમજાવતા તેમણે ઉમેર્યું કે મારૂ હોસ્પિટલમાં દાખલ થવું ભગવાન તરફથી અપાયેલી ચેતવણી હતી. મહામારી દરમ્યાન મારૂં પ્રચાર અભિયાન મારા સ્વાસ્થ્ય પર અસર કરશે. ઓકટોબરમાં ડોકટરોએ તેમને પ્રચાર અભિયાનથી દુર રહેલા સલાહ આપી હતી કારણ કે તેમની રોગ પ્રતિકારક શકિત નબળી પડી ગઈ હતી અને કોરોના વાયરસ થવાની શકયતા વધી ગઈ હતી.